સમાચાર · 1 મિનિટ · 19.11.2026
અમદાવાદ મિરરમાં ‘જમીન વાંચવાની કળા’ પુસ્તકના લોકાર્પણનો અહેવાલ
Gujarat Land Expert
‘જમીન વાંચવાની કળા’ પુસ્તકનો લોકાર્પણ સમારોહ ૧૯ નવેમ્બર ૨૦૨૬ના રોજ અમદાવાદમાં યોજાયો. અંગ્રેજી દૈનિક અમદાવાદ મિરરે તેનો અહેવાલ બીજા દિવસે, ૨૦ નવેમ્બરના અંકમાં, સિટી પાના પર છાપ્યો છે. અહેવાલનું મથાળું છે: જમીન ખરીદતાં પહેલાં તેને કેવી રીતે ‘વાંચવી’.
અહેવાલમાં શું છે
- લોકાર્પણ સમારોહ ૧૯ નવેમ્બર ૨૦૨૬ના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) કેમ્પસમાં યોજાયો.
- લેખક સતીશભાઈ નારણભાઈ પટેલના જમીન ક્ષેત્રના ૩૫ વર્ષના અનુભવ પરથી આ પુસ્તક લખાયું છે, જેથી સામાન્ય માણસ જમીનના વ્યવહાર, કાયદા અને દસ્તાવેજ સમજી શકે.
- અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, BAPSના પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી, સેવી ગ્રુપના જક્ષય શાહ અને નવગુજરાત સમય તથા અમદાવાદ મિરરના ગ્રુપ એડિટર અજય ઉમટ સહિતના મહાનુભાવોએ પુસ્તક વિશે પોતાની વાત કહી.
- અખબારના અહેવાલ મુજબ, કાર્યક્રમ દરમિયાન આશરે ૫૦૦ નકલ ઑનલાઇન વેચાઈ.
પૂરો અહેવાલ અમદાવાદ મિરરની વેબસાઇટ પર વાંચી શકાય છે; લિંક નીચે આપી છે.
પુસ્તક વિશે
‘જમીન વાંચવાની કળા’ ૭/૧૨, ૮-અ, TP/DP નકશો અને જમીનના નિયમો સરળ ગુજરાતીમાં સમજાવે છે. પુસ્તકમાં શું છે તે જુઓ, લેખક વિશે વાંચો, અથવા જમીન માપ કન્વર્ટર વાપરી જુઓ.
મૂળ અહેવાલ
Ahmedabad Mirror પર પૂરો અહેવાલ જુઓ