સમાચાર · 1 મિનિટ · 03.11.2026
‘જમીન વાંચવાની કળા’ પુસ્તક ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીને અર્પણ
Gujarat Land Expert
લેખક સતીશભાઈ નારણભાઈ પટેલને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીને મળવાનો અવસર મળ્યો. આ પ્રસંગે તેમણે ૩૫ વર્ષના જમીન ક્ષેત્રના અનુભવના આધારે તૈયાર કરેલું પુસ્તક ‘જમીન વાંચવાની કળા’ (The Art of Reading Land) માનનીય મુખ્યમંત્રીશ્રીને અર્પણ કર્યું.
મુલાકાત દરમિયાન ગુજરાતમાં જમીન સંબંધિત દસ્તાવેજો, જમીનના વ્યવહારો અને આ ક્ષેત્રમાં લોકોમાં જાગૃતિ તથા સમજ વધારવાના વિષયો પર ચર્ચા થઈ.
પુસ્તકનો ઉદ્દેશ ખેડૂતો, જમીનમાલિકો, જમીન ખરીદનારાઓ, રોકાણકારો અને સામાન્ય નાગરિકોને જમીન સંબંધિત બાબતોની વ્યવહારુ સમજ આપવાનો છે, જેથી તેઓ જાગૃત બનીને યોગ્ય નિર્ણય લઈ શકે.
આ મુલાકાત ગુજરાતમાં જમીન સંબંધિત જ્ઞાન અને જનજાગૃતિના અમારા પ્રયાસને વધુ પ્રેરણા આપનારી રહી.
આ પુસ્તક લેખકનું સ્વતંત્ર પ્રકાશન છે. આ અહેવાલ મુલાકાતની માહિતી માટે છે; તેનો અર્થ સરકારી સમર્થન કે ભલામણ થતો નથી.
જમીન જોવાય નહીં, વંચાય.
— ગુજરાત લેન્ડ એક્સપર્ટ