જમીન માપ કન્વર્ટર

૧ હેક્ટર બરાબર કેટલા વીઘા?

૧ હેક્ટર = આશરે ૪.૧૫૭ વીઘા

વીઘો પ્રદેશ પ્રમાણે બદલાય છે. અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગમાં (૨૩.૭૮ ગુંઠાનો વીઘો) ૧ હેક્ટર = આશરે ૪.૧૫૭ વીઘા. સૌરાષ્ટ્રમાં (૧૬ ગુંઠાનો વીઘો) ૧ હેક્ટર = આશરે ૬.૧૭૮ વીઘા.

તમારો આંકડો નાખો

ગુજરાતી અંક (૧, ૨, ૩) પણ ચાલશે.

વીઘા4.157

બધાં માપ એકસાથે જોવા અને ૭/૧૨નું હે.-આરે-ચો.મી. માપ ફેરવવા આખું કન્વર્ટર ખોલો

હેક્ટર થી વીઘા: કોષ્ટક

દરેક પ્રદેશના વીઘા પ્રમાણે જવાબ જુદો આવે છે. તમારા પ્રદેશની કૉલમ વાંચો.

હેક્ટરઅમદાવાદ, મહેસાણા
23.78 ગુંઠા
સૌરાષ્ટ્ર
16 ગુંઠા
ભરૂચ
20 ગુંઠા
વડોદરા
24 ગુંઠા
14.1576.1784.9424.118
28.31312.3559.8848.237
312.4718.53314.82612.355
416.62624.71119.76816.474
520.78330.88824.71120.592
1041.56561.77649.42141.184
1562.34892.66574.13261.776
2083.13123.5598.84282.368
2499.757148.26118.6198.842
25103.91154.44123.55102.96
40166.26247.11197.68164.74
50207.83308.88247.11205.92
100415.65617.76494.21411.84

ગણતરી કેવી રીતે થઈ

૧ હેક્ટર = ૧૦,૦૦૦ ચોરસ મીટર
૧ વીઘા = ૨,૪૦૫.૮૫૬૧ ચોરસ મીટર (૨૩.૭૮ ગુંઠા × ૧૦૧.૧૭૧૪)
૧૦,૦૦૦ ÷ ૨,૪૦૫.૮૫૬૧ = ૪.૧૫૭ વીઘા

વીઘો દરેક જગ્યાએ સરખો નથી

હેક્ટર, આરે, એકર, ગુંઠા અને ચોરસ મીટર આખા ગુજરાતમાં સરખાં છે, પણ વીઘો પ્રદેશે પ્રદેશે અને તાલુકે તાલુકે બદલાય છે. પુસ્તક જમીન વાંચવાની કળાના પરિશિષ્ટ ‘માપણી રૂપાંતર’ પ્રમાણે: અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં ૨૩.૭૮ ગુંઠા, સૌરાષ્ટ્રમાં ૧૬, ભરૂચમાં ૨૦ અને વડોદરાના પટ્ટામાં ૨૪ ગુંઠાનો વીઘો ચાલે છે.

વીઘામાં કહેલા ભાવ કે ક્ષેત્રફળ પર સોદો બાંધવો નહીં. પહેલાં ગામમાં વીઘાનું સ્થાનિક માપ પૂછો, અને સોદો હંમેશાં ૭/૧૨માં નોંધાયેલા ચોરસ મીટર (હે.-આરે-ચો.મી.) પર કરો.

બીજા સવાલ